સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળો, બાગાયત મેળો, શિલ્પગ્રામ મેળો - ૨૦૨૬
તા.૨૨/૦૨/૨૦૨૬ થી તા.૦૧/૦૩/૨૦૨૬|સ્થળ: VNSGU ગ્રાઉન્ડ, સુરત.
સાંસ્કૃતિક કાર્યક્રમની વિગત
સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળા-૨૦૨૬ ના સેમીનાર ડોમમાં યોજાનાર કાર્યક્રમોની વિગત:
| ૨૨/૦૨/૨૦૨૬, રવિવાર | ૨૩/૦૨/૨૦૨૬, સોમવાર |
૨૪/૦૨/૨૦૨૬, મંગળવાર |
૨૫/૦૨/૨૦૨૬, બુધવાર |
|---|---|---|---|
| ક્રિએટીવ કન્ટેન્ટ રાઈટીંગ કોમ્પિટીશન (કોલેજ/ખુલ્લો વિભાગ) (બપોરે ૩:૦૦ થી ૬:૦૦ કલાક) |
ડો.ચિન્મય મોદીનું વ્યાખ્યાન (ફાયનાન્સ મેનેજમેન્ટ ફોર સ્ટુડન્ટસ) (સવારે ૧૧:૩૦ થી ૦૧:૦૦ કલાક) |
ચિત્રકામ સ્પર્ધા (પર્યાવરણ અને જળસંચય વિષય આધારિત) (બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ કલાક) |
ડો.ભૌતિક શેઠનું વ્યાખ્યાન (રોલ ઓફ જનરેટીવ એ.આઈ. ફોર કોલેજ સ્ટુડન્ટસ) (બપોરે ૧:૦૦ થી ૨:૩૦ કલાક) |
| મુખ્ય વક્તા શ્રી અક્ષત ગુપ્તાનું વ્યાખ્યાન (સાંજે ૭:૩૦ કલાકે) |
ડો. કિશોરસિંહ ચાવડાનું વ્યાખ્યાન (વિકસિત ભારત at 2047) (બપોરે ૧:૦૦ થી ૩:૦૦ કલાક) |
શ્રી મીનુ પરાબીયાનું વ્યાખ્યાન (વનસ્પતિ અને તંદુરસ્તી) (સાંજે ૬:૦૦ થી ૭:૦૦ કલાક) |
ડો. દક્ષેશ ઠાકરનું વ્યાખ્યાન (પુસ્તકો સાથે મૈત્રી) (સાંજે ૬.૦૦ થી ૭.૦૦ કલાક) |
|
ડો.ભક્તિ પંચાલનું વ્યાખ્યાન (બાગાયત) (સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક) |
કવિતા શ્રી એશા દાદાવાલા અને ટીમ (સાંજે ૭.૩૦ કલાકે) |
કવિ સંમેલન ડો.રઈશ મણિયાર અને ટીમ (સાંજે ૭:૩૦ થી ૧૦:૦૦ કલાક) |
|
|
સુરત શહેરની શાળા/કોલેજોનો સાંસ્કૃતિક કાર્યક્રમ (સાંજે ૭:૩૦ કલાકે) |
| ૨૬/૦૨/૨૦૨૬, ગુરૂવાર | ૨૭/૦૨/૨૦૨૬, શુક્રવાર |
૨૮/૦૨/૨૦૨૬, શનિવાર |
૦૧/૦૩/૨૦૨૬, રવિવાર |
|---|---|---|---|
|
સ્ટોરી ટેલીંગ કોમ્પિટીશન (શાળા/કોલેજ વિભાગ) (બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ કલાક) |
સ્પેલીંગ કોમ્પીટીશન (શાળા/કોલેજ વિભાગ) (બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ કલાક) |
એકસટેન્શન ઓફ કવોટ્સ કોમ્પીટીશન (શાળા/ કોલેજ વિભાગ) (બપોરે ૩:૦૦ થી ૬:૦૦ કલાક) |
કાવ્ય લેખન સ્પર્ધા (કોલેજ/ ખુલ્લો વિભાગ) (બપોરે ૧૨:૦૦ થી ૩:૦૦ કલાક) |
|
સાયન્સ કવીઝ કોમ્પીટીશન (શાળા/કોલેજ વિભાગ) (બર્પોરે ૩:૦૦ થી ૬:૦૦ કલાક) |
સ્ટોરી રાઈટીંગ ફ્રોમ પિકચર /વિડીયો કોમ્પીટીશન (શાળા/ કોલેજ વિભાગ) (બપોરે ૩:૦૦ થી ૬:૦૦ કલાક) |
સુરત શહેરની વિવિધ કલા સંસ્થાનો સાંસ્કૃતિક કાર્યક્રમ (સાંજે ૭:૩૦ કલાકે) |
ગ્રુપ ડિસ્કશન સ્પર્ધા (શાળા/ કોલેજ વિભાગ) (બપોરે ૩:૦૦ થી ૬:૦૦ કલાક) |
|
સુરત શહેરની વિવિધ કલા સંસ્થાનો સાંસ્કૃતિક કાર્યક્રમ (સાંજે ૭:૩૦ કલાકે) |
સુરત શહેરની વિવિધ કલા સંસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમ (સાંજે ૭:૩૦ કલાકે) |
પપેટ શો (સાંજે ૬:૦૦ કલાકે) |
સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળા ના સેમીનાર ડોમમાં તા.૨૨/૦૨/૨૦૨૬ થી તા.૦૧/૦૩/૨૦૨૬ દરમ્યાન સુરત શહેરની શાળા/કોલેજ/કલા સંસ્થાના યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમની વિગત:
- શાળા / સંસ્થાનું નામ
- વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી
- જે. ઝેડ શાહ આર્ટસ એન્ડ એચ.પી.દેસાઈ કોમર્સ કોલેજ
- સર કે.પી.કોલેજ ઓફ કોમર્સ
- ડી.આર.બી કોલેજ
- સાસ્મા અંગ્રેજી માધ્યમ કોમર્સ કોલેજ
- શાળા / સંસ્થાનું નામ
- કલાનિધિ કથક ડાન્સ એકેડમી
- નૃત્યાંજલિ સંસ્થા
- પ્રતિભા ડાન્સ એકેડમી
- કલાશ્રી સંસ્થા
- શિલ્પમૈત્રી ડાન્સ એકેડમી
- શાળા / સંસ્થાનું નામ
- નૃત્યાક્ષી સંસ્થા
- સર્જનશ્રી સંસ્થા
- સિંક્રોની કથક ડાન્સ એકેડમી
- શ્રી એકેડમી
- આર્ટ ઓફ હાર્ટ સંસ્થા
સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુસ્તક મેળાના સેમીનાર હોલમાં કવિ નર્મદ મધ્યસ્થ પુસ્તકાલય સાથે સંકલનમાં રહી નીચે મુજબના વક્તાશ્રીઓના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવેલ છે.
-
શ્રીઅક્ષત ગુપ્તા (મુખ્ય વક્તાશ્રી)અક્ષત ગુપ્તા એક પ્રસિધ્ધ લેખક, પટકથા લેખક, કવિ અને ગીતકાર છે, જેમણે પ્રભાવશાળી સાહિત્યકાર તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેઓ દ્વિભાષી લેખક છે અને વર્ષોથી "ધ હિડન હિંદુ ટ્રાયોલોજી" પર કામ કરી રહ્યા છે. તેઓ સાહિત્યિક ઓળખની સાથે-સાથે ફિલ્મ ઉદ્યોગમાં પણ ખાસ પ્રસિધ્ધ છે. જેમના નામથી કેટલાક ફિલ્મો અને વેબ-સીરીઝ પણ સાઈન થયેલી છે.
વ્યાખ્યાનની તારીખ અને સમય: ૨૨/૦૨/૨૦૨૬ સાંજે ૭:૩૦ કલાકેવિષય: Mythology Ya Satyalogy -
ડો. ચિન્મય મોદીડો. ચિનમય મોદી એક અનુભવી શૈક્ષણિક અને સંશોધક છે. તેઓ હાલ SDj International College, વેસુ, સુરત ખાતે એસોસિયેટ પ્રોફેસર (એકાઉન્ટ-ન્સી) તરીકે સેવા આપી રહ્યા છે અને તેમને શિક્ષણ ક્ષેત્રે ૯ વર્ષથી વધુનો અનુભવ છે. તેઓએ ગુજરાત યુનિવર્સિટીથી એકાઉન્ટન્સીમાં Ph.D. પ્રાપ્ત કરી છે. ઉપરાંત M.Com, B.Com, તેમજ UGC-NET તેમજ G-SET જેવી લાયકાતો ધરાવે છે. તેઓ CA(Inter) પણ પુર્ણ કરી ચુકયા છે.
વ્યાખ્યાનની તારીખ અને સમય: ૨૩/૦૨/૨૦૨૬ સવારે ૧૧:૩૦ કલાકેવિષય: ફાયનાન્સ મેનેજમેન્ટ ફોર સ્ટુડન્ટસ -
ડો. કિશોરસિંહ નટવરસિંહ ચાવડાડો. કિશોરસિંહ નટવરસિંહ ચાવડા વર્તમાન સમયમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરતના વાઈસ ચાન્સેલર તરીકે કાર્યરત છે. વર્ષ : ૨૦૨૧માં "ભારત શિક્ષા ગૌરવ પુરસ્કાર" કે.ટી. કે, આઉટસ્ટેન્ડીંગ અચીવર્સ એન્ડ એજ્યુકેશન ફાઉન્ડેશન, નવી દિલ્લી તથા વર્ષ : ૨૦૧૨માં "શિક્ષા ભારતી પુરસ્કાર" ઓલ ઈન્ડિયા અચીવર્સ ફાઉન્ડેશન, નવી દિલ્લી ખાતે મેળવેલ છે.
વ્યાખ્યાનની તારીખ અને સમય: ૨૩/૦૨/૨૦૨૬ બપોરે ૦૧.૦૦ કલાકેવિષય: વિકસિત ભારત @2047 -
ડો. ભકિત ભરતકુમાર પંચાલડો. ભકિત ભરતકુમાર પંચાલ નવસારી કૃષિ યુનિવર્સટી, સુરત ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં બાગાયતમાં ખૂબ જ કુશળ વૈજ્ઞાનિક છે. જેમને ૯ વર્ષથી વધુનો અનુભવ છે. NAU માંથી Ph D. સાથે હોર્ટીકલ્ચરમાં NET-લાયકાત ધરાવતા નિષ્ણાંત છે. તેમણે કૃષિ વિસ્તરણ, ફ્રન્ટ લાઈન ડેમોન્સ્ટ્રેશન અને ૫૦ થી વધુ પ્રકાશનો(સંશોધનો, પુસ્તકો, લેખો)માં તેમના વ્યાપક કાર્યે માટે અનેક પુરસ્કાર(યંગ એક્સટેન્શન/KVK/મહિલા વૈજ્ઞાનિક) પ્રાપ્ત કર્યા છે.
વ્યાખ્યાનની તારીખ અને સમય: ૨૩/૦૨/૨૦૨૬ સાંજે ૦૪.૦૦ કલાકેવિષય: બાગાયત -
ડો. મીનુ હીરાજી પરાબિયાડો. મીનુ હીરાજી પરાબિયા સુરત સ્થિત બાયોસાયન્સિસના નિવૃત્ત પ્રોફેસર અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીના ડીન તરીકે કાર્યરત હતા. તેઓ ૩૭ વર્ષના શૈક્ષણિક અનુભવ સાથે વનસ્પતિ વિજ્ઞાન, બાયોટેકનોલોજી અને હર્બલ ઉપચારમાં નિષ્ણાંત સંશોધક છે.
વ્યાખ્યાનની તારીખ અને સમય: ૨૪/૦૨/૨૦૨૬ સાંજે ૦૬.૦૦ કલાકેવિષય: વનસ્પતિ અને તંદુરસ્તી -
શ્રી એષા દાદાવાળા તથા અન્યોએષા દાદાવાળા ગુજરાતી સાહિત્યના કવિ અને પત્રકાર છે. તેમની નોંધપાત્ર કૃતિઓ 'વર્તારો' ૨૦૦૮, 'ક્યાં ગઈ એ છોકરી' ૨૦૧૧, અને 'જન્મારો' ૨૦૧૩ નો સમાવેશ થાય છે. ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાન માટે ૨૦૧૩ માં યુવા ગૌરવ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
વ્યાખ્યાનની તારીખ અને સમય: ૨૪/૦૨/૨૦૨૬ સાંજે ૦૭.૩૦ કલાકેવિષય: @કવિતા -
ડો. ભૌતિક શેઠડો. ભૌતિક શેઠ ફુલ સ્ટેક ડિજીટલ માર્કેટીંગ કનસલ્ટન્ટ ટ્રેનર અને iVIPANAN Digital Marketing Service ના સ્થાપક છે. કોર્પોરેટ માર્કેટીંગ, ડિજીટલ માર્કેટીંગ અને ટ્રેનિંગ ક્ષેત્રે ૧૯ વર્ષથી વધુનો અનુભવ છે. ૬૫,૦૦૦થી વધુ પ્રોફેશનલ્સને ટ્રેનિંગ આપી છે. ૧૨૨થી વધુ બિઝનેસને વૈશ્વિક સ્તરે કન્સલ્ટીંગ કરેલ છે.
વ્યાખ્યાનની તારીખ અને સમય: ૨૫/૦૨/૨૦૨૬ બપોરે ૦૧.૦૦ કલાકેવિષય: રોલ ઓફ જનરેટીવ એ.આઈ. ફોર કોલેજ સ્ટુડન્ટસ -
ડો. દક્ષેશ ઠાકરડો. દક્ષેશ ઠાકર એક પ્રખ્યાત શિક્ષણવિદ્ છે. તેઓ વનિતા વિશ્રામ મહિલા યુનિવર્સિટી સુરતમાં વર્તમાન સમયમાં પ્રોવોસ્ટ (Provost) તરીકે કાર્યરત છે. અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત મા કુલપતિ તરીકે (વર્ષ ૨૦૧૧-૨૦૧૭ સુધી) સેવા આપી ચૂકયા છે. મહિલા શિક્ષણ, પર્યાવરણીય ટકાઉપણું અને ટેકનોલોજીકલ એકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાણીતા છે. તેમણે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.
વ્યાખ્યાનની તારીખ અને સમય: ૨૫/૦૨/૨૦૨૬ સાંજે ૬.૦૦ કલાકેવિષય: પુસ્તકો સાથે મૈત્રી -
ડો. રઈશ મણિયાર તથા અન્યોરઈશ મણિયાર ગુજરાતી ભાષાના કવિ, અનુવાદક, નાટ્યકાર, કટાર લેખક, સમન્યકાર, ગીતકાર અને પટકથા લેખક છે. મણિયારનો જન્મ ૧૯ ઓગસ્ટ ૧૯૬૬ ના રોજ વલસાડ જિલ્લાના કિલ્લા પારડીમાં થયો હતો. તેઓ હાલ સુરતમાં રહે છે. પુસ્તકો :- 'લવ યુ લાવણ્યા', 'અને તમારું નીરોગી બાળક', 'ગાલિબનામા', 'બાળઉછેરની બારાખડ', 'તમે અને તમારુ નીરોગી બાળક', 'ફૂબકીખોર', 'ડિયર ટીનએજર' વર્ષ ૨૦૧૬ માં કલાપી પુરસ્કાર મળ્યો હતો. વર્ષ ૨૦૧૨માં 'આમ લખવું કરવા અલખની સફર' નર્મદ સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.
વ્યાખ્યાનની તારીખ અને સમય: ૨૫/૦૨/૨૦૨૬ સાંજે ૦૭.૩૦ કલાકેવિષય: કવિ સંમેલન
Hon. PMshri DOME