Skip to main content

ગજેબો

સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટરની બાજુમાં આવેલ માહેશ્વરી ભવનના પાછળના ભાગના મહાનગરપાલિકાના ખાલી પ્લોટમાં પ૦ થી ૧૦૦ બાળકોનો સમાવેશ થઇ શકે તેવો ગજેબો બનાવવામાં આવેલ છે. સાયન્સ સેન્ટરના સંકુલમાં તૈયાર ભોજન/ નાસ્તો પીરસી શકાય તેવી કોઇ જગ્યા ન હોવાથી તથા સંપુર્ણ સંકુલમાં ભોજન/ નાસ્તો કરવાની મનાઇ હોવાથી તથા બહારગામથી આવતા શાળા/ કોલેજ/ શૈક્ષણિક સંસ્થાઓને પડતી અગવડતાને ઘ્યાને લઇને આ ગજેબોનું નિર્માણ કરવામાં આવેલ છે. આ ગજેબોનો ઉપયોગ સાયન્સ સેન્ટરની મુલાકાત આવેલ સ્કુલ/ કોલેજ શૈક્ષણિક સંસ્થાઓના વિધાર્થીઓને તૈયાર ભોજન/ નાસ્તો પીરસવા માટે નિયત ડિપોઝિટ ભરીને ઉપયોગમાં લઇ શકશે. આ ઉપરાંત સાયન્સ સેન્ટર ખાતે આવેલ આર્ટ ગેલેરી/ ઓડીટોરિયમ/ એમ્ફી થીયેટરનું બુકિંગ જે સંસ્થા/ વ્યકિત દ્વારા કરવામાં આવેલ હોય તે સંસ્થા/ વ્યકિત, બુકિંગ કરાવેલ સેશન મુજબ મહત્તમ ચાર કલાક માટે નિયત ડિપોઝિટ ભરીને આ ગજેબોમાં તૈયાર ભોજન/ નાસ્તો પીરસી શકાશે. વધુમાં અહીં ફકત શાકાહારી ભોજન જ પીરસી શકાશે, તથા સરકાર દ્વારા પ્રતિબંધ પ્રવૃતિ તથા પદાર્થોના ઉપયોગ નહી કરી શકાય. આ ગજેબોમાં પીવાના પાણી, બસ તથા ગાડી પાકર્ીંગ, શેોચાલય તથા જરૂરી માર્ગની વ્યવસ્થા કરવામાં આવેલ છે.


સાયન્સ સેન્ટરની બાજુમાં આવેલ ગજેબોના વપરાશના દર અંગેની વિગત:

અ.નં. વિગત રકમ નોંધ
(૪ કલાક પ્રતિ સેશન દિઠ)
૧. ગજેબોના બુકિંગ માટેની કુલ ડીપોઝીટ ૧પ૦૦/-રૂ. ગજેબો એક દિવસ કરતાં વધુ દિવસ માટે બુકિંગ કરવામાં આવે/ ભાડે આપવામાં આવે ત્યારે દરેક દિવસ દિઠ નિયત કરેલ ગજેબોનું ભાડું વત્તા વીજળી વપરાશના નાણાં બુકિંગ વખતે જ ભરવાના રહેશે.
ર. ગજેબો અને તેનું ખુલ્લું ગ્રાઉન્ડ સહિત, એક સમયખંડનું (૪ કલાક) ભાડું પ૦૦/-રૂ. સમયગાળો ૧ કલાક થી ૪ કલાક સુધીનો અને ૪ કલાક થી વધુ હોય તો પ્રતિ વધારાના ૪ કલાક સુધી ઇન્ક્રીમેન્ટલ ભાડુ રૂ.પ૦૦/- ચુકવવાનું રહેશે.
3. સફાઇ/વીજળી/પાણી વિગેરે નો ચાર્જ/ વહીવટી ચાર્જ ર૦૦/-રૂ. સમયગાળો ૧ કલાક થી ૪ કલાક સુધીનો અને ૪ કલાક થી વધુ હોય તો પ્રતિ વધારાના ૪ કલાક સુધી ઇન્ક્રીમેન્ટલ ભાડુ રૂ.ર૦૦/- ચુકવવાનું રહેશે.
ફોર્મ ડાઉનલોડ
નોંધ: આ ભાડા તેમજ નિયમોમાં સુરત મહાનગરપાલિકા વખતોવખત ફેરફાર કરી શકાશે.