Press Releases

સાઉથ(ઉધના) ઝોન-એ ના વિસ્તારોમાં તા.30/૧૦/ર૦ર૬ ના રોજ પાણી પુરવઠો આપી શકાય તેમ નથી તેમજ તા.૩૧/૧૦/ર૦ર૬ ના રોજ સવારે પાણી પુરવઠો અશત: અવરોધાય/ ઓછા પ્રેશરથી/ નહીંવત મળવા અંગેની અગત્યની જાહેરાત

સાઉથ(ઉધના) ઝોન-એ ના વિસ્તારોમાં તા.30/૧૦/ર૦ર૬ ના રોજ પાણી પુરવઠો આપી શકાય તેમ નથી તેમજ તા.૩૧/૧૦/ર૦ર૬ ના રોજ સવારે પાણી પુરવઠો અશત: અવરોધાય/ ઓછા પ્રેશરથી/ નહીંવત મળવા અંગેની અગત્યની જાહેરાત

          સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ ધ્વારા સાઉથ(ઉધના) ઝોન-એ માં આવેલ ચીકુવાડી જળવિતરણ મથક ખાતેની ૧ર૧૯ મીમી વ્યાસની મુખ્ય એમ.એસ. નળીકા પર જળવિતરણ મથકની બહારના ભાગે ૧ર૧૯ મીમી વ્યાસનો વાલ્વ મુકવાની તેમજ તેની સાથે જળવિતરણ મથકની અંડરગ્રાઉન્ડ ટાંકીઓની સફાઈની અગત્યની કામગીરી તા.30/૧૦/ર૦ર૬ શુક્રવારના રોજ સવારે ૮:૩૦ કલાકેથી કામગીરી પુર્ણ થાય ત્યા સુધી હાથ ધરવામાં આવનાર હોવાથી સાઉથ(ઉધના) ઝોન-એ માં આવેલ ચીકુવાડી જળવિતરણ મથક ધ્વારા અપાતો સાંજનો જુના બમરોલી અને ગોવાલક વિસ્તારમાં તેમજ  ટી.પી. પ૮ (નવા બમરોલી) વિસ્તારમાં સાંજનો નિયમિત પાણી પુરવઠો નીચે દર્શાવેલ વિસ્તારોમાં તા.30/૧૦/ર૦ર૬ ના રોજ નિયમિત આપી શકાય તેમ નથી તેમજ તા.૩૧/૧૦/ર૦ર૬ ના રોજ સવારે અપાતો પાણી પુરવઠો અંશત: અવરોધાય/ ઓછા પ્રેશરથી/ નહીંવત મળવાની શકયતા રહેલ છે. જેની જાહેર જનતાએ તકેદારી પૂર્વક નોંધ લઈ જરૂરીયાત મુજબનો પાણી પુરવઠો અગાઉથી મેળવી સંગ્રહ કરી તેનો બચત પૂર્વક ઉપયોગ કરવા વિનંતી. નાગરીકોને પડનાર અગવડ બદલ આથી દિલગીરી વ્યકત કરવામાં આવે છે તથા નાગરીકોને સહકાર આપવા વિનંતી છે.

અ.

નં.

ઝોનનું નામ

નીચે દર્શાવેલ વિસ્તારોમાં તા.30/૧૦/ર૦ર૬ ના રોજ પાણી પુરવઠો આપી શકાય તેમ નથી.

નીચે દર્શાવેલ વિસ્તારોમાં તા.૩૧/૧૦/ર૦ર૬ના રોજ પાણી પુરવઠો અંશત: અવરોધાય/ ઓછા પ્રેશરથી/ નહીંવત મળવાની શકયતા રહેલ છે.

૧

સાઉથ ઝોન (ઉધના-એ)

ઉધના (ચીકુવાડી) જળ વિતરણ મથક :- સાંજનો સપ્લાય:- જુના બમરોલી અને ગોવાલક વિસ્તારમાં તથા આશાપુરી સોસાયટી, અપેક્ષા નગર, અંબિકા નગર, દેવેન્દ્ર નગર, ગણપત નગર, કરશન નગર, અને કર્મયોગી સોસાયટી અને સદર સોસાયટીઓનો આજુબાજુનો વિસ્તાર ટી.પી. પ૮ (નવા બમરોલી) વિસ્તારમાં આવેલ ગીતાનગર, હીરા નગર હરસિધ્ધીનગર, સત્યનારાયણ નગર, જયઅંબે નગર મરાઠા નગર, અને સદર સોસાયટીઓનો આજુબાજુનો વિસ્તાર.

ઉધના (ચીકુવાડી) જળ વિતરણ મથક:-  સવારનો સપ્લાય:- હરી નગર ૧-ર-૩, આશા નગર ૧-ર, જલારામ નગર, પટેલ નગર, પીયુશ પોઈન્ટ આસપાસનો વિસ્તાર, પાંડેસરા ગામતળ, હાઉસીંગ બોર્ડ, અવિર્ભાવ સોસાયટી અને કૈલાશ નગર અને આજુબાજુના વિસ્તાર.

Press Release No: 262|Posted On: 28-10-2026