UCD Home

પ્રસ્તાવના

પ્રથમ યુ.સી.ડી. પ્રોજેકટ ઘ્વારા ડિસેમ્બર ૧૯૬૭થી વિભાગની શરૂઆત કરવામાં આવેલ. હાલ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વિભાગ ઘ્વારા કેન્દ્ર/રાજય સરકાર પુરસ્કૃત નીચે મુજબની વિવિધ યોજનાઓનુ અમલીકરણ કરવામાં આવે છે.

મિશન મંગલમ (અર્બન) યોજના

મિશન મંગલમ યોજનાનો મુખ્ય હેતુ શહેરી ગરીબ કુટુંબોને એક જુથ અને સંગઠિત કરી, સ્વરોજગારી માટે કેોશલ્ય વર્ધક તાલીમ પુરી પાડી તેમજ અંગત બચત માટે પ્રોત્સાહિત કરી તથા આવા જુથોના સભ્યોને આંતરિક ધિરાણ કરી શકે, આ રીતે તેમની આર્થિક જરૂરીયાત સંતોષવા સાથે તેઓ સ્વરોજગાર મેળવી સ્વનિર્ભર થાય તે યોજનાનો હેતુ છે.

View More

નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન યોજના (NULM) રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન

સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજનાનું પુનઃધડતર (Re-builds) કરી તેનું નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન યોજના તરીકે પુનઃનામાભિધાન કરવામાં આવેલ છે. નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન યોજના તા.૧/૪/'૧૪થી અમલમાં આવેલ છે. આ યોજનાનો મુખ્ય હેતુ શહેરી ગરીબ કુટુંબોને લાભપ્રદ સ્વરોજગાર અને કોશલપૂર્ણ વેતન રોજગારની તકો પૂરી પાડી તેમની ગરીબી અને નબળાઇઓ ધટાડવી, જેથી તેમના જીવન ધોરણમાં સુધારો થઇ શકે. આ માટે પાયાના સ્તરે ગરીબો માટે સંસ્થાઓ ઉભી કરવી. ઘર વિહોણા લોકોને તબકકાવાર આવશ્યક સેવાઓથી સજજ આશ્રયો પુરાં પાડવાનું છે. શહેરમાં ફેરીયાઓને યોગ્ય જગ્યા, સંસ્થાગત ધિરાણ, સામાજિક સુરક્ષા, અને કેોશલો સુલભ બનાવવાનું છે.

View More

સેવા વિનિમય પ્રોત્સાહન કેન્દ SEPC- અર્બન રીસોર્સ સેન્ટર URC

શહેરોમાં શ્રમ બજારમાં કામદાર અને સેવા મેળવનાર વચ્ચે સેતુ, કામદારની અર્ધકુશળતા, તાલીમની જરૂરીયાત, સેવા મેળવનારને પડતી હાડમારી, રાજય સરકારની વિવિધ યોજનાઓ માટે માહિતી કેન્દ્ર, કડીયાનાકાનો વિકાસ, નાગરીકો અને સરકારી એજન્સી વચ્ચે સેતુ, માહિતી ઉપલબ્ધી જેવા બહુવિધ પ્રશ્રોના નિરાકરણ કરી અસંગઠિત ક્ષેત્રના કામદારના વિકાસ તથા નાગરીકોની સુવિધામાં વધારો કરવા સમગ્ર રાજયમાં શહેરી વિસ્તારોમાં અસંગઠિત કામદાર માટે સેવા વિનિમય પ્રોત્સાહન કેન્દ્ર અને અર્બન રીસોર્સ સેન્ટર શરૂ કરવામાં આવેલ છે.

View More