Swachh Surat - Reels Competition
સ્વચ્છ સુરત - રીલ્સ કોમ્પિટિશન
Objective
To engage digital influencers and content creators in promoting cleanliness, waste segregation, and sustainable practices of processing in Surat city through creative reels.
The competition aims to amplify the message of Swachh Bharat Mission and citizen participation by leveraging the reach and influence of social media creators.
ઉદ્દેશ્ય
સર્જનાત્મક રીલ્સ દ્વારા સુરત શહેરમાં સ્વચ્છતા, કચરાનું વર્ગીકરણ અને કચરાના વ્યવસ્થાપનની ટકાઉ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલ ઇન્ફ્લુએન્સર્સ (પ્રભાવકો) અને કન્ટેન્ટ ક્રિએટર્સને જોડવા.
આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય સોશિયલ મીડિયા ક્રિએટર્સની પહોંચ અને પ્રભાવનો ઉપયોગ કરી 'સ્વચ્છ ભારત મિશન' નો સંદેશ આપી અને નાગરિકોની ભાગીદારીને વેગ આપવાનો છે.
Eligibility Criteria
- The competition is open only to social media influencers / content creators.
- Profile must be public and active.
- Content must be original.
- Special consideration for influencers attended Swachhta prahari workshop at Science Centre Surat date 07/03/2026.
- If a citizen submits multiple entries, the last one will be deemed eligible.
પાત્રતાના માપદંડ
- આ સ્પર્ધા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ/કન્ટેન્ટ ક્રિએટર્સ સહિત તમામ નાગરિકો માટે ખુલ્લી છે.
- સોશિયલ મીડિયા પ્રોફાઇલ પબ્લિક (જાહેર) અને સક્રિય હોવી જોઈએ.
- કન્ટેન્ટ મૌલિક (Original) હોવું જોઈએ
- ૦૭/૦૩/૨૦૨૬ ના રોજ સાયન્સ સેન્ટર સુરત ખાતે 'સ્વચ્છતા પ્રહરી' વર્કશોપમાં હાજર રહેલા ઇન્ફ્લુએન્સર્સને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે
- જો કોઈ નાગરિક એકથી વધુ એન્ટ્રી સબમિટ કરે છે, તો છેલ્લી સબમિટ કરેલી એન્ટ્રી ગ્રાહ્ય રાખવામાં આવશે.
Competition Themes
- Waste Segregation at Source encouraging segregation of waste at least wet and dry waste (My waste my responsibility)
- Reduce – Reuse – Recycle- Refuse- Repair (RRR / 5R Centres) promoting donation and reuse culture.
- Say No to Single Use Plastic promoting eco-friendly alternatives.
- Citizen Participation in Cleanliness role of citizens in keeping the city clean.
- Clean Public Spaces My Responsibility (No spitting - No littering) Citizen must have to use Bins for waste disposal
- Innovative Waste Management Practices in Surat.
સ્પર્ધાના વિષયો
- સ્ત્રોત પર કચરાનું વર્ગીકરણ ઓછામાં ઓછું ભીના અને સૂકા કચરાનું વર્ગીકરણ (મારો કચરો, મારી જવાબદારી)
- રિડયુસ, રીયુઝ, રિસાયકલ, રિફ્યુઝ, રિપેર (RRR / 5R CENTRES) પુનઃઉપયોગની સંસ્કૃતિને પ્રોત્સાહન.
- સિંગલ યુઝ પ્લાસ્ટિકને 'ના' કહો ઇકો-ફ્રેન્ડલી વિકલ્પોને પ્રોત્સાહન.
- સ્વચ્છતામાં નાગરિક ભાગીદારી શહેરને સ્વચ્છ રાખવામાં નાગરિકોની ભૂમિકા
- જાહેર સ્થળોની સ્વચ્છતા મારી જવાબદારી (ગમે ત્યાં થૂંકવું નહીં, ગમે ત્યાં કચરો ફેંકવો નહીં). નાગરિકોએ કચરાના નિકાલ માટે ડસ્ટબિનનો ઉપયોગ કરવો ફરજિયાત છે.
- સુરતમાં કચરા વ્યવસ્થાપનની નવીન પદ્ધતિઓ.
Reel Specifications
- Duration: 30-60 seconds
- Format: Vertical (9:16)
- Resolution: Minimum Full HD (1080p)
- Languages allowed: Gujarati / Hindi / English
- Reel must be original and newly created for this competition
રીલના માપદંડ
- સમયગાળો: ૩૦ થી ૬૦ સેકન્ડ
- ફોર્મેટ: વર્ટિકલ (9:16)
- રિઝોલ્યુશન: ન્યૂનતમ Full HD (1080p)
- ભાષા: ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી
- રીલ ઓરિજિનલ અને આ સ્પર્ધા માટે જ નવી બનાવેલી હોવી જોઈએ
Mandatory Posting Requirements
Influencers must:
- Upload reel on Instagram/Youtube/Facebook/Twitter.The reels can be uploaded between 7th March, 2026 and 15th April, 2026.
- Tag @mysuratmysmc and @swachhsurat
- Caption should include a short message promoting Swachhta.
-
Use mandatory hashtags:
- #MySuratMySMC
- #SwachhSurat
- #SBMSurat
- #SwachhtaPrahari
- #CleanSuratGreenSurat
પોસ્ટિંગની ફરજિયાત આવશ્યકતાઓ
ઇન્ફ્લુએન્સર્સે નીચે મુજબ કરવું આવશ્યક છેઃ
- રીલ Instagram / Youtube / Facebook / Twitter પર અપલોડ કરવી. રીલ્સ ૭ માર્ચ, ૨૦૨૬ થી ૧૫ એપ્રિલ, ૨૦૨૬ ની વચ્ચે સોશિયલ મીડિયા પર અપલોડ કરવાની હોય
- @mysuratmysmc અને @swachhsurat ને ટેગ કરવા.
- કેપ્શનમાં સ્વચ્છતાને પ્રોત્સાહન આપતો ટૂંકો સંદેશ હોવો જોઈએ.
-
ફરજિયાત હેશટેગ્સ ઉપયોગમાં લો:
- #MySuratMySMC
- #SwachhSurat
- #SBMSurat
- #SwachhtaPrahari
- #CleanSuratGreenSurat
Judging Criteria
Entries will be evaluated on the following parameters:
- Creativity & storytelling - 25%
- Relevance to Swachhta theme - 25%
- Influencer reach & engagement - 25%
- Impact of message - 15%
- Video quality - 10%
મૂલ્યાંકનના માપદંડ
એન્ટ્રીઓનું મૂલ્યાંકન સ્વતંત્ર જ્યુરી (નિર્ણાયકો) દ્વારા નીચેના પરિમાણોના આધારે કરવામાં આવશે::
- સર્જનાત્મકતા અને વાર્તા કહેવાની શૈલી (Creativity & storytelling) – ૨૫%
- સ્વચ્છતા થીમ સાથે સુસંગતતા (Relevance to Swachhta theme) – ૨૫%
- ઇન્ફ્લુએન્સરની પહોંચ અને જોડાણ (Influencer reach & engagement) - ૨૫%
- સંદેશનો પ્રભાવ (Impact of message) – ૧૫%
- વીડિયો ગુણવત્તા (Video quality) – ૧૦%
Awards
Category wise number of awards
| Category | Best Swachhta Impact Reel | Best Swachhta Creative Reel | Best Swachhta Awareness Message | Total |
|---|---|---|---|---|
| Open (Less than 5000 Followers) | 5 | 5 | 5 | 15 |
| Creators (5001 to 15000 Followers) | 5 | 5 | 5 | 15 |
| Influencer (More than 15000 Followers) | 5 | 5 | 5 | 15 |
| Total | 15 | 15 | 15 | 45 |
| Special Jury Mentioned Award | 15 | |||
| Grand Total | 60 | |||
એવોર્ડ્સ
કેટેગરી મુજબ એવોર્ડની સંખ્યા
| કેટેગરી | બેસ્ટ સ્વચ્છતા ઇમ્પેક્ટ રીલ | બેસ્ટ સ્વચ્છતા ક્રિએટિવ રીલ | બેસ્ટ સ્વચ્છતા અવેરનેસ મેસેજ | ટોટલ |
|---|---|---|---|---|
| ઓપન (૫,૦૦૦ થી ઓછા ફોલોઅર્સ) | ૫ | ૫ | ૫ | ૧૫ |
| ક્રિએટર્સ (૫,૦૦૧ થી ૧૫,૦૦૦ ફોલોઅર્સ) | ૫ | ૫ | ૫ | ૧૫ |
| ઇન્ફ્લુએન્સર (૧૫,૦૦૦ થી વધુ ફોલોઅર્સ) | ૫ | ૫ | ૫ | ૧૫ |
| ટોટલ | ૧૫ | ૧૫ | ૧૫ | ૪૫ |
| સ્પેશિયલ જ્યુરી મેન્શન એવોર્ડ | ૧૫ | |||
| અંતિમ ટોટલ | ૬૦ | |||
Reward
- All awardees will receive a trophy and certificate in recognition of their contribution.
- Selected reels will be featured on the official social media platforms of Surat Municipal Corporation.
- Selected winning influencers may be recognized as “Swachhta Digital Ambassadors - Surat.”
- Winners will be invited to Gala dinner with high-ranking officials and Political dignitaries of Surat Municipal Corporation.
*Winners may also get an opportunity to receive a special award in the future.
પુરસ્કાર
- તમામ એવોર્ડ વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
- પસંદ કરેલી રીલ્સ સુરત મહાનગરપાલિકાની સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રદર્શિત (Feature) કરવામાં આવશે.
- પસંદ થયેલા વિજેતા ઇન્ફ્લુએન્સર્સને "સ્વચ્છતા ડિજિટલ એમ્બેસેડર સુરત" તરીકે ઓળખ મળી શકે છે.
- વિજેતાઓને સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે ગાલા ડિનર (Gala dinner) માટે આમંત્રિત કરવામાં આવશે.
*વિજેતાઓને ભવિષ્યમાં વિશેષ સન્માન મેળવવાની તક પણ મળી શકે છે.
Rights Of Surat Municipal Corporation
Surat Municipal Corporation reserves the right to:
- Share or repost submitted reels on official social media platforms.
- Use the reels for awareness campaigns and IEC activities under Swachh Bharat Mission.
- Provide due credit to creators when used for promotional purposes.
સુરત મહાનગરપાલિકાના અધિકારો
સુરત મહાનગરપાલિકા પાસે નીચેના અધિકારો અબાધિત છેઃ
- સબમિટ કરેલી રીલ્સને સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર અથવા રીપોસ્ટ કરવાનો અધિકાર.
- સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જાગૃતિ અભિયાન અને IEC (Information, Education and Communication) પ્રવૃત્તિઓ માટે આ રીલ્સનો ઉપયોગ કરવાનો અધિકાર.
- પ્રમોશનલ હેતુઓ માટે જ્યારે પણ રીલનો ઉપયોગ કરવામાં આવે, ત્યારે તેના ક્રિએટર્સને યોગ્ય ક્રેડિટ (શ્રેય) આપવાનો અધિકાર.
Disqualification
Entries will be rejected if:
- Reel contains objectionable or misleading content.
- Reel promotes political or commercial advertising.
- Reel is copied or plagiarized.
- Mandatory tags and hashtags are not used.
ગેરલાયક ઠરવાના કારણો
નીચેની શરતોનું પાલન ન કરનાર એન્ટ્રીઓ નકારવામાં આવશેઃ
- જો રીલમાં વાંધાજનક અથવા ભ્રામક સામગ્રી હોય.
- જો રીલ રાજકીય અથવા વ્યાવસાયિક જાહેરાતને પ્રોત્સાહન આપતી હોય.
- જો રીલ નકલ કરેલી અથવા ઉઠાંતરી (Plagiarized) કરેલી હોય.
- જો પોસ્ટમાં ફરજિયાત ટૅગ્સ અને હેશટેગ્સનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય.
Time line for competition
07/03/2026 to 15/04/2026
સ્પર્ધાનો સમયગાળો
૦૭/૦૩/૨૦૨૬ થી ૧૫/૦૪/૨૦૨૬
By clicking Participate Now button, you acknowledge that you have read, understood, and agreed to the provided details in their entirety.
Participate Now પર ક્લિક કરીને, તમે સ્વીકારો છો કે તમે આપેલી વિગતોને સંપૂર્ણ રીતે વાંચી, સમજી અને સંમત થયા છો.