Recruitment News / Notice


સુરત મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં રહેતા નાગરીકો/શહેરીજનો તેમના રહેઠાણની નજીક આરોગ્યલક્ષી સેવાઓ/નિદાન મળી રહે તે હેતુસર વિવિધ ઝોન ખાતે પ૦ બેડની હોસ્પિટલ કાર્યરત હોય અનુક્રમે (૧) ફાર્માસીસ્ટની કુલ-૧ર જગ્યાઓ માટે (ર) ફીઝીયોથેરાપીસ્ટની ૦૧ જગ્યા માટે ૧૧ માસના કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર પી.આર.ઓ./પપર/ર૦ર૪-રપ, તા.ર૯/૦૩/ર૦રપ થી વિવિધ દૈનિક વર્તમાન પત્રોમાં તથા વેબસાઈટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત અનુસંધાને માન્ય થયેલ અરજીઓના ઉમેદવારોને તા.રર/૦૮/ર૦રપ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે નવો સ્થાયી સમિતિ સભાખંડ, ત્રીજો માળ, નવી એનેક્ષી બિલ્ડીંગ, સુરત મહાનગરપાલિકા મુખ્ય કચેરી, મુગલીસરા, સુરત ખાતે મૌખિક ઈન્ટરવ્યુ માટે હાજર રહેવા જણાવવામાં આવેલ, પરંતુ અનિવાર્ય સંજોગોના કારણે સદરહું પર્સનલ ઈન્ટરવ્યુ હાલ તુરંત સ્થગિત રાખવામાં આવેલ છે. સદર ઈન્ટરવ્યુ માટેની નવી તારીખ નકકી થયેથી ઉમેદવારોને ફરીથી જાણ કરવામાં આવશે.