લોક સંસ્કૃતિએ લોક સમુહનું સહિયારૂ નિજી સર્જન છે. જીવન પોતાની રસ, રૂચિ, સુવિધાઓ અને ભેોગોલિક પરિસ્થિતિ અનુસાર કેટલીક પ્રણાલિકાઓ આરંભે છે, જે આગળ જતાં રીતરિવાજ અને રૂઢિરૂપે લોકજીવનનું મુખ્ય અંગ બની જાય છે. સુરત શહેરની સંસ્કૃતિનું સ્તર જાળવી રાખવા, તેનું જતન તથા સંવર્ધન કરવા તથા આ સાથે આજની પેઢી ભારતના લોકનેતાઓએ ભારતની આઝાદી અને પ્રગતિમાં આપેલ ફાળાને, તેમની વિચારધારાને સમજે તે માટે સાંસ્કૃતિક વિભાગ દ્બારા વિવિધ કાર્યક્રમોનું દરવર્ષે આયોજન કરી સંસ્કારમુલક પ્રવૃત્તિઓથી આજની અને આવતી કાલની પેઢીનું ઘડતર અને સંવર્ધન થતું રહે છે.

લોક સંસ્કૃતિના આધારસ્તંભો એવા કલા, સંગીત, નૃત્ય, નાટૂયક્ષેત્ર જેવા તમામ અંગોનો સમાવેશ થાય એવા કાર્યક્રમો સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજવામાં આવે છે. જેના થકી શહેરના નામી-નવોદિત, નાના-મોટા કલાકારોને તથા રમતવીરોને પોતાની કલાશકિતનો સુયોગ્ય પરિચય કરાવવાની તક પુરી પાડીને તેમનામાં રહેલી શકિતઓને બહાર લાવવા પ્રયત્નશીલ રહીને પ્રોત્સાહીત કરવામાં આવે છે. જેની ફલશ્રૃતિ સ્વરૂપે શહેરનાં કલાકારો-રમતવીરો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે શહેરનું નામ રોશન કરી મહાનગરપાલિકાનું ગેોરવ વધાર્યું છે. આમ સુરત મહાનગરપાલિકા દ્વારા કલા-સંસ્કૃતિની પરંપરાનું જતન કરવા માટેની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓ અવિરત અને સતત થતી રહે છે.

આમ સાંસ્કૃતિક વિભાગ દ્ધારા વર્ષ દરમ્યાન ૭૦થી વધુ સ્પર્ધા/કાર્યક્રમો યોજવામાં આવે છે. જે સ્પર્ધા/કાર્યક્રમોમાં ભાગ લેવા સંદર્ભની માહિતી ૧૦ થી ૧પ દિવસ પહેલાં સ્થાનિક વર્તમાનપત્રોમાં આપવામાં આવે છે તથા સુરત મહાનગરપાલિકાની વેબ સાઇટ પર મુકવામાં આવે છે.