Surat Fort Galleries
Various Galleries in the Fort
કિલ્લામાં આવેલી વિવિધ ગેલેરીઓ
Vault
વોલ્ટ
Most stunning find during the restoration process was secret vaults descovered inside the fort. It has a ventilation system through which cold air enters from the bottom and hot air evacuates from the top of the room. It is designed in such a way that these tunnels are not visible from outside.
કિલ્લામાં મળી આવેલા ગુપ્ત વોલ્ટ સમગ્ર સંરક્ષણ પ્રક્રિયાની ખાસ શોધ છે. કિલ્લાના ભોંયતળિયે વોલ્ટમાં હવાની અવર જવર માટે ઠંડી હવા નીચેના ભાગમાંથી આવતી તથા ગરમ હવા ઉપરના ભાગમાં નીકળી જાય તેવી વ્યવસ્થા હતી. આ વ્યવસ્થા માટેની સુરંગો બહારથી ન દેખી શકાય તેવી રીતે ડિઝાઈન કરવામાં આવી હતી.
Gallery of Surat Archives
સુરતના પુરાલેખની ગેલેરી
In this gallery, historical maps of Surat, timeline of history of Surat and Surat Fort, alteration made in Surat Fort at various time is depicted by various maps, maritime history and various other process of conservation and restoration is narrated by various penal in this gallery. Throne of last Nawab of Surat, Nawab Afzaluddin Khan along with other accessories, model of proposed Heritage Precinct and write-up on various personalities of Surat are represented in various penal in these galleries.
આ ગેલેરીમાં સુરતના ઐતિહાસીક નકશાઓ, ઐતિહાસીક સમયરેખામાં સુરત અને સુરતનો કિલ્લો, સમુદ્રી ઈતિહાસ અને કિલ્લાના વિવિધ ભાગના સંરક્ષણ કાર્યને વિવિધ પેનલ થકી દર્શાવી છે. સુરતના છેલ્લા નવાબ અફઝલુદ્દીન ખાનનું સિંહાસન અને અન્ય ચીજવસ્તુઓ, પ્રસ્તાવિત હેરિટેજ ક્ષેત્ર તથા સુરતના ગણમાન્ય મહાનુભાવો ઉપર લખાણ વિગેરે આ ગેલેરીમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
British Life Style Room and Travellers to Surat Gallery
બ્રિટિશ જીવનશૈલી દર્શાવતો ખંડ અને સુરતના મુલાકાતીઓની ગેલેરી
This gallery has been arranged in such a way that visitors can visit and feel the life style of British people of 17th to 19th century through arrangement of replica of furniture and crockery of that time. Apart from that penals have been exhibited on various visitors visited Surat from 15th century, details on them, their lifetime and what they have wrote about Surat.
આ ગેલેરીમાં મુલાકાતીઓ ૧૭મી થી ૧૯મી સદી સુધીની બ્રિટિશ જીવન શૈલી જોઈ શકે તે મુજબ તે સમયગાળામાં વપરાતા વિવિધ ફર્નિયર તથા ક્રોકરીના સેટ વિગેરેની વિશિષ્ટ ગોઠવણ દ્વારા પ્રદર્શિત કરી છે. આ ઉપરાંત સુરતની મુલાકાતે ૧૫મી સદીથી વિવિધ દેશોમાંથી મુલાકાતે આવેલ પ્રવાસીઓની વિગતો, તેમના જીવલકાળ તથા સુરત વિષયે લખેલ નોંધ અત્રે પ્રદર્શિત કરી છે.
Rampart
રેમ્પાર્ટ
In this part of Fort, one side of the wall was built during Sultanate period and other side of the wall was built during the British period. Here in all the windows and doors are giving effect of stained glass which was used in the bygone time.
કિલ્લાના આ ભાગના રેમ્પાર્ટની એક તરફની દિવાલ સલતનત કાળની છે, તથા અન્ય તરફની દિવાલ બ્રિટિશ સમયકાળની છે. અહીં આવેલી બારીઓ તથા બારણાઓના કાચને વિતેલા સમયગાળામાં વપરાતા સ્ટેઈન્ડ ગ્લાસ જેવા દર્શાવવામાં આવ્યા છે.

Bastion
બુર્જ
This bastion has been restored extensively as its dome was long ago destroyed, it was severely affected by the vegetation and roots of trees penetrated deep into the flooring. The bastion also had water channel to flow hot water inside the hammam and drain cold water outside, all these water channels have been restored and is visible to visitors. The fallen off dome has been restored following the same construction technique of Sultanate style, and painted fresco in abstract style depicted Surat city, Tapi river, fortified wall and its gates.
આ બુર્જનો ગુંબજ ઘણા સમય પહેલા ધ્વસ્ત થઈ ચૂક્યો હતો, તથા અનિયંત્રિત રીતે વિકસેલ ઝાડ-પાન તથા તેના ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા મૂળીયાઓને કારણે તેની ઈમારત ખૂબ નુકશાન પામી હતી. અહીં હમામની સગવડ મળી આવી છે, જેમાં ગરમ પાણી લાવવા માટેની સગવડ, પાણીની વરાળની નિકાસ માટેની સગવડ તથા વપરાયેલા ઠંડા પાણીના નિકાસની સગવડ હતી. આ પાણીની ચેનલોને મુલાકાતીઓ જોઈ શકે તેવી રીતે સંરક્ષિત કરવામાં આવી છે, ગુંબજને સલતનતકાળની શૈલી મુજબ સંરક્ષિત કરવામાં આવ્યું છે તથા તેને ફ્રેસ્કો પદ્ધતિથી સુરત શહેર, તાપી નદી અને તેના કોટની દિવાલ, વિવિધ દરવાજા સહિત અમૂર્ત શૈલીમાં ચિત્રિત કરવામાં આવ્યું છે.
Dutch Life Style Room
ડચ જીવલ શૈલી દર્શાવતો ખંડ
During the Restoration process while removing various layers of plasters from walls and removing falls ceiling, the construction pattern was found in Dutch style, to showcase the Dutch life-style, this portion of the building has been converted into the Dutch Life-style Room, so that visitors can feel the life-style of Dutch people from 18th-19th Century. Replica of various furniture, ceramic-ware and specially designed floor tiles adds charm to the section.
સંરક્ષણ કાર્ય દરમિયાન વિવિધ પ્લાસ્ટરના થર હટાવતા કિલ્લાની મુખ્ય ઈમારતના બીજા માળ પર આવેલો આ ભાગ બ્રિટિશ સમયકાળમાં બંધાવ્યો હતો પણ તેની બાંધકામની શૈલી ડચ શૈલી ધરાવે છે, તેમ જાળવા મળ્યું. જેથી આવનાર મુલાકાતીઓ ૧૮મી-૧૯મી સદી દરમિયાન વસવાટ કરતા ડચ લોકોની જીવનશૈલીમાં વપરાતા ફર્નિચરની પ્રતિકૃતિઓ, તથા ખાસ તૈયાર કરવામાં આવેલી ટાઈલ્સ તથા ક્રોકરીની ચીજવસ્તુઓ જોઈ શકે.
Court Room
ન્યાયાલય
While restoration process was going on, the structure revealed that this place may have been used as court of justice. After restoration the section has been converted as Court-room, with judge table and chair, accused and witness boxes, writer’s chairs and table as well as benches for visitors to get the actual feeling of active court-room.
સંરક્ષણ કાર્ય દરમિયાન પ્લાસ્ટરના થર હટાવતા આ ખંડ ન્યાયાલય તરીકે વપરાશમાં લેવાતો હશે, તેમ જાણવા મળ્યું. સંરક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ, આ ખંડને ન્યાયાલય તરીકે દર્શાવવા માટે ન્યાયાધીશના મેજ અને ખુરશી, આરોપી અને સાક્ષીના કઠેડા, રાઈટરના મેજ અને ટેબલ તથા મુલાકાતીઓ માટેની બેઠક વ્યવસ્થા તૈયાર કરીને સંપૂર્ણ ન્યાયાલય પુનઃબનાવવામાં આવ્યો છે.
Trade Gallery and Jail
વેપાર ગેલેરી અને જેલ
Trade gallery and Jail portions were restored by maintain jack-arch roof, wooden roof along with wooden and specially made floor tiles. These portions are now having display of Surat minted coins, trade commodities, trade jars, British ceramic wares etc.
ટ્રેડ ગેલેરીના બે ભાગ પૈકીના જેક-આર્ચ ધરાવતા તથા લાકડાની છત ધરાવતા ભાગને જાળવી રાખીને સંરક્ષિત કરવામાં આવ્યા, આ ઉપરાંત તેના બ્રિટિશ વિસ્તરણવાળા ભાગમાં ખાસ રીતે તૈયાર કરવામાં આવેલી ટાઈલ્સ પણ વાપરવામાં આવી છે. આ વિભાગમાં હવે સુરત ટંકશાળમાં તૈયાર થયેલ સિક્કાઓ, આયાત-નિકાસ માટે વપરાતી કોઠીઓ, બ્રિટિશ સમયગાળાની ચિનાઈમાટીની કલાકૃતિઓ દર્શાવવામાં આવી છે.
Mughal Gallery
મુઘલ ગેલેરી
On the ground floor during the restoration process while strengthening the foundation of building some excavation work was carried out. During the excavation few stone cannon balls in different sizes were discovered, along with it some cast iron cannon balls were also found, out of which some were solid, some with holes and some with ram road were discovered which are displayed here. Apart from these finds, few terracotta pots were found too, which are displayed here, too. There after a carved marble seating area is developed by replicating famous Mughal style, few replica of wooden rum barrels, chest are also carved from wood an displayed in this section. At last in the Armenian Gallery, tomb stones inscribed in marble are displayed.
કિલ્લાની મુખ્ય ઈમારતના ભોંયતળીએ સંરક્ષણ કાર્ય દરમિયાન ઈમારતના પાયાના ભાગને સંરક્ષિત કરતા સમયે ખોદકામની પ્રક્રિયા કરવામાં આવી હતી, જે સમયે કેટલાક તોપના ગોળા વિવિધ વજન અને આકાર, કદ અને વજનના પથ્થર અને લોખંડમાંથી બનાવેલા મળી આવ્યા. આ તોપના ગોળાઓમાંથી અમુક નક્કર, અમુક છિદ્રિત તો અમુક દંડવાળા મળી આવ્યા છે, આ ઉપરાંત કેટલીક માટીકામની ચીજવસ્તુઓ પણ મળી આવી હતી, જેને પ્રથમ ખંડમાં પ્રદર્શિત કરવામાં આવી છે. બીજા ખંડમાં આરસપહાણ પથ્થરમાંથી મુઘલકાળમાં વપરાતી બેઠક વ્યવસ્થાની પ્રતિકૃતિઓ બનાવવામાં આવી છે, જે પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલાક લાકડામાંથી બલાવેલા બેરલ, પટારો વિગેરેની પ્રતિકૃતિઓ પણ પ્રદર્શિત કરવામાં આવી છે. છેલ્લે આર્મેનિયન ગેલેરીમાં આરસપહાણમાં કાતરેલ કબરના પથ્થરો પણ પ્રદર્શિત કરવામાં આવેલા છે.
Heritage Water Tank
ઐતિહાસીક પાણીની ટાંકી
This Heritage water tank was discovered during the restoration work. This tank is believed to be constructed during the Sultanate Era. The first evidence of its existence was found from a scientific map painted in the year 1759 A.D. The tank is 20 meter deep and 15 meter in width and breadth with Arch based construction style.
કિલ્લાના પ્રાંગણમાં સંરક્ષણ કાર્ય દરમિયાન ઐતિહાસીક ટાંકી મળી આવી હતી. આ ટાંકી પાણીના સંગ્રહ માટે સલ્તનત કાળમાં નિર્માણ પામી હશે. આ વાતના પ્રમાણ ઈ.સ. ૧૭૫૯માં દોરાયેલા સૌ પ્રથમ વૈજ્ઞાનિક ઢબના નકશા પરથી મળે છે. આ ટાંકી કમાનયુક્ત બાંધકામ શૈલી ધરાવતી તથા ૨૦ મીટર ઊંડી અને ૧૫ મીટર લંબાઈ અને પહોળાઈ ધરાવે છે.
British Tea Room
બ્રિટિશ ટી રૂમ
On the top floor of the Fort, one particular section was not very old historically and was having Mangalore tiles. The building has been restored scientifically along with specially designed flooring tiles, restored roof, specially designed cast iron chairs and tables, wooden counter table. This section is open for public visit.
વોલ્ટ પર આવેલ બીજા માળ પર ઈમારતનો એક ભાગ ઐતિહાસીક દ્રષ્ટીએ પ્રાચીન ન હતો તથા નળિયાવાળી છત ધરાવતો હતો. આ ભાગને વૈજ્ઞાનિક ઢબે સંરક્ષિત કરવામાં આવ્યો, તેમાં ખાસ ડિઝાઈન કરવામાં આવેલી ટાઈલ્સનું ફ્લોરીંગ, સંરક્ષિત છત, ખાસ ડિઝાઈન કરેલી કાસ્ટ આયર્નમાં તૈયાર કરેલી મેજ-ખુરશી તથા લાકડામાં તૈયાર કરેલું કાઉન્ટર ટેબલ પ્રદર્શિત છે.